

પોરબંદર, 27 માર્ચ (હિ.સ.)બગવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સહિતના અધિકારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રોજીવાડાગામ થી ઇશ્વરીયાગામ જતા રસ્તે રવી ભોજાભાઈ કહેતની વાડીની બાજુમાં ખુલ્લા વાળામાંથી આઇસર કંપનીના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બે અલગ અલગ બ્રાન્ડની કુલ મળી 5640 બોટલ જેની કિંમત રૂ. 74,68,800 અને આઈસર ટ્રક કિંમત રૂ. 8 લાખ એમ કુલ મળી 82,68,800 નો મુદ્દામાલ કબ્જે કરી આઇસર ટ્રક નં. GJ 10 TY 9303 ના ચાલક જેનુ નામ નમુદ નથી, રવી ભોજાભાઈ કહેત, રાજુ નાથાભાઈ વેસરા અને દારૂનો જથ્થો મોકલનાર વિરૂધ્ધ પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ સબ ઈન્સ્ટ આર જી ચુડાસમા, એ.એસ.આઈ. એચ.ડી.સીસોદીયા, પો.હેડ. કોન્સ. ડી.આર.સીસોદીયા એ.કે ઓડેદરા., એ બી.ભટ્ટી, ભીમાભાઇ પરબતભાઈ કડછા, કોન્સ. વીંઝાભાઈ હાજાભાઈ રાણાવાયા તથા હીતેશ જસરાજસાઠ ધુધલીયા રોકાયેલા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya