ભાવનગરના ડૉ.તેજસ દોશીને “Guardian of Health 2025-26” એવોર્ડથી સન્માનિત
ભાવનગર, 28 માર્ચ (હિ.સ.) : આજના સમયમાં જોવામાં આવે તો ડોક્ટરો દ્વારા આરોગ્ય ક્ષેત્રે અનેક પ્રકારની મહત્વપૂર્ણ કામગીરીઓ કરવામાં આવે છે. માનવ જીવનમાં ડોક્ટરનું સ્થાન અત્યંત અગત્યનું છે, કારણ કે તેઓ માત્ર રોગનું નિદાન અને સારવાર જ નથી કરતા, પરંતુ લોકો
ભાવનગર


ભાવનગર, 28 માર્ચ (હિ.સ.) : આજના સમયમાં જોવામાં આવે તો ડોક્ટરો દ્વારા આરોગ્ય ક્ષેત્રે અનેક પ્રકારની મહત્વપૂર્ણ કામગીરીઓ કરવામાં આવે છે. માનવ જીવનમાં ડોક્ટરનું સ્થાન અત્યંત અગત્યનું છે, કારણ કે તેઓ માત્ર રોગનું નિદાન અને સારવાર જ નથી કરતા, પરંતુ લોકોના જીવનને સ્વસ્થ અને સુરક્ષિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના ઉપયોગથી ડોક્ટરો વધુ ચોક્કસ રીતે રોગ ઓળખી શકે છે અને દર્દીઓને વધુ અસરકારક સારવાર પૂરી પાડી શકે છે.સમાજના આરોગ્ય ક્ષેત્રે ડોક્ટરોની નિષ્ઠાપૂર્વકની કામગીરીને માન આપી અનેક સંસ્થાઓ અને હોસ્પિટલો દ્વારા તેમને સન્માનિત કરવામાં આવે છે.

શહેરના આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર પ્રતિષ્ઠિત જનરલ ફિઝિશિયન ડૉ. તેજસ દોશીને BIMS Hospital દ્વારા “Guardian of Health 2025-26” સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું છે. સમાજમાં આરોગ્ય સેવા માટેની તેમની નિષ્ઠા, દર્દીઓ પ્રત્યેનો સહાનુભૂતિપૂર્ણ અભિગમ અને સમયસર યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા માટેના તેમના સતત પ્રયત્નોને માન આપી આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.ડૉ. તેજસ દોશી છેલ્લા અનેક વર્ષોથી જનરલ ફિઝિશિયન તરીકે કાર્યરત રહી દર્દીઓની સેવા કરી રહ્યા છે.તેઓ દર્દીઓની સમસ્યાઓને સમજવામાં, યોગ્ય નિદાન કરવામાં અને દર્દીને અનુકૂળ સારવાર આપવા માટે જાણીતા છે.

ખાસ કરીને પ્રાથમિક તબક્કે જ રોગનું નિદાન કરીને દર્દીને ગંભીર પરિસ્થિતિમાં જવા દેતા નથી, જેના કારણે અનેક લોકોનું આરોગ્ય સુધર્યું છે અને અનેક જીવ બચાવવામાં સફળતા મળી છે.તેમની કાર્યશૈલીમાં એક વિશેષતા એ છે કે તેઓ માત્ર દવાઓ આપીને સારવાર પૂરતી મર્યાદિત રહેતા નથી, પરંતુ દર્દીને આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન આપે છે. નિયમિત ચેકઅપ, યોગ્ય આહાર, જીવનશૈલીમાં સુધારો અને માનસિક સ્વસ્થતા જાળવવા અંગે તેઓ દર્દીઓને સમજાવે છે.આ સન્માન સમારોહ દરમિયાન BIMS Hospital ના મેડિકલ ડિરેક્ટર ડૉ. સ્નેહલ રવિસાહેબ અને ડૉ. ભારત ડાભી દ્વારા ડૉ. તેજસ દોશીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande