
ભાવનગર,28 માર્ચ (હિ.સ.)આજના સમયમાં જોવામાં આવે તો મહિલાઓ માત્ર ઘરકામ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ આત્મનિર્ભર બનવા માટે પોતાનો નાનો-મોટો વ્યવસાય શરૂ કરી રહી છે. ખાસ કરીને ગામડાં અને નાના શહેરોમાં મહિલાઓ સખી મંડળ સાથે જોડાઈ વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છેમહિલાઓ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓમાં વિવિધતા જોવા મળે છે.ખાસ કરીને ગૂંથણ કામમાં મહિલાઓ ખૂબ કુશળતા દર્શાવે છે. તેઓ ઉનના સ્વેટર, ટોપી, શાલ, બેબી કપડાં, ડિઝાઇનર થેલીઓ અને ડેકોરેટિવ આઈટમ્સ તૈયાર કરીને બજારમાં વેચાણ કરે છે.
ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતા વીજુબેન નામના મહિલા જેવો અગાઉ ફક્ત ઘરકામ જ કરતા હતા પરંતુ તેઓને પણ વિચાર આવ્યો કે મારે પણ અન્ય મહિલાઓની જેમ સખી મંડળ સાથે જોડાઈને વ્યવસાય શરૂ કરવો છે જેથી તેઓ સખી મંડળની બહેનો સાથે જોડાયા અને ત્યારબાદ તેઓએ હસ્તકલાનો ઉપયોગ કરી ભરતગુંથણ કરી અલગ અલગ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હાલ તેઓ પાંચ રૂપિયા થી લઈને 50000 રૂપિયા સુધીની વસ્તુઓ તૈયાર કરી તેનો વેચાણ કરી રહ્યા છે ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અનેક વિસ્તારોમાંથી તેઓને ઓર્ડર મળી રહ્યા છે અને આ અલગ અલગ પ્રોડક્ટનું ખૂબ સારું એવું વેચાણ થઈ રહ્યું છે.
આ અંગે મહુવા શહેરમાં રહેતા વિજુબેન ભીલે જણાવ્યું કે અગાઉ હું ફક્ત ઘર કામ જ કરતી હતી પરંતુ હાલ જોઈએ તો અનેક મહિલાઓ સખી મંડળ સાથે જોડાઈને પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી રહ્યા છે જેથી મેં પણ મારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હું સખી મંડળની બહેનો સાથે જોડાય અને હસ્તકલા નો ઉપયોગ કરીને ગુંથણ કામ કરી અલગ અલગ પ્રકારની વસ્તુઓ હાલ હું તૈયાર કરી રહી છું. જેમાં ભરત ગુંથણની અલગ અલગ વસ્તુઓ, ઘરના શું શોભન માં વપરાતી અલગ અલગ વસ્તુઓ, ગુંથણ કામ કરેલા રૂમાલ, પર્સ, પાકીટ વગેરે વસ્તુઓ હાલ અમે તૈયાર કરી રહ્યા છીએ હાલ અમે 10 થી 12 પ્રકારની વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે.
કોઈ વ્યક્તિને અમારી આ વસ્તુઓ ખરીદી કરવી હોય તો અમને જણાવી આપે છે અને અમે તેને ઓર્ડર મુજબ તૈયાર પણ કરી આપીએ છીએ ખાસ કરીને હાલ જે અમે વસ્તુઓ તૈયાર કરીએ છીએ તેની કિંમત પાંચ રૂપિયાથી શરૂ થતી હોય છે અને 5000 રૂપિયા સુધીની રહેલી છે શરૂઆતમાં ઓછું વેચાણ થતું હતું પરંતુ ધીરે ધીરે લોકોને અમારી આ પ્રોડક્ટ ખૂબ પસંદ આવી અને ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અત્યાર જિલ્લાઓમાંથી પણ અમને ઓર્ડર મળી રહ્યા છે હાલ મહિને 15,000 રૂપિયા સુધીની આવક આ વ્યવસાયટી મેળવી શકીએ છીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT