છાંયા પોલીસ ચોકી પાછળ થી બાઇકની ચોરી.
પોરબંદર, 27 માર્ચ (હિ.સ.)મૂળ રાણાવાવના અને હાલ પોરબંદરમાં નોકરી કરતો જયેશ ઓડેદરા ગત તા. 19 માર્ચના રોજ સાંજના 11 વાગ્યા આસપાસ છાંયા પોલીસ ચોકી પાછળ ભાવના ડેરી પાસે આવેલ હોસ્ટેલ પહોંચ્યો હતો જ્યાં તેણે પોતાનું સ્પ્લેન્ડર મોટરસાયકલ પાર્ક કરી હોસ્ટેલમ
છાંયા પોલીસ ચોકી પાછળ થી બાઇકની ચોરી.


પોરબંદર, 27 માર્ચ (હિ.સ.)મૂળ રાણાવાવના અને હાલ પોરબંદરમાં નોકરી કરતો જયેશ ઓડેદરા ગત તા. 19 માર્ચના રોજ સાંજના 11 વાગ્યા આસપાસ છાંયા પોલીસ ચોકી પાછળ ભાવના ડેરી પાસે આવેલ હોસ્ટેલ પહોંચ્યો હતો જ્યાં તેણે પોતાનું સ્પ્લેન્ડર મોટરસાયકલ પાર્ક કરી હોસ્ટેલમાં આરામ કરવા ગયો હતો.બીજે દિવસે સવારે મોટરસાયકલ જોવા ન મળતા જયેશ ઓડેદરાએ આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ મોટરસાયકલ જોવા મળ્યું ન હતું જેથી તેણે કમલાબાગ પોલીસનો સંપર્ક કરી અજાણ્યા ઈમે ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande