
પોરબંદર, 27 માર્ચ (હિ.સ.)ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે યોજાતા મેળાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2018 થી માધવપુરના લોકમેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવવામાં આવે છે. જેને કારણે સ્થાનિક વેપારીઓની રોજગારીમાં વધારો થયો છે અને માધવપુર પ્રવાસન ક્ષેત્રે આગળ વધી રહ્યું છે
માધવપુર ઘેડના રહેવાસી વાજા રામભાઈ છગનભાઈ જે દરિયા કિનારે નાળિયેરનો વ્યવસાય કરે છે, માધુપુર મેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવણીના કારણે માધવપુરના વિકાસની વાત કરતા તેમણે જણાવ્યું કે દર વર્ષે અહીં ભગવાન માધવરાયજી અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે ભવ્ય મેળો ભરાય છે.પહેલા આ મેળો સ્થાનિક અને સામાન્ય સ્તરે થતો હતો, પરંતુ હવે સરકાર દ્વારા તેને મોટા પાયે આયોજિત કરવામાં આવે છે.પર્યટકોના વધારાને કારણે સ્થાનિક રોજગારીમાં અંદાજે 75% જેટલો વધારો જોવા મળ્યો છે.ઊંટ સવારી, ખાણી-પીણીના સ્ટોલ અને અન્ય નાના વ્યવસાયોને આ વિકાસથી મોટો ફાયદો થયો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે માધવપુર બીચ તેની સ્વચ્છતા અને કુદરતી સૌંદર્ય માટે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને અગાઉ રોજગારી મેળવવા માટે સ્થાનિકોએ બહાર જવું પડતું હતું, પરંતુ હવે પ્રવાસનના વિકાસને કારણે ઘરઆંગણે જ સારી આવક પ્રાપ્ત થાય છે. બીચ ડેવલપમેન્ટ સહિતની વધેલી સુવિધાઓ અને વિકાસ કાર્યો બદલ તેમણે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya