
જામનગર, 27 માર્ચ (હિ.સ.) : જામનગરના ક્રિષ્ના પાર્કના ગેઇટની અંદર રોડ ઉપરથી દારૂનો જથ્થો ઝડપી લેવામા એલસીબી સફળ થઈ છે. પોલીસે એક્સ.યુ.વી. કારના ચોરખાનામાથી 408 બોટલ દારૂ, મોબાઇલ ફોન, કાર સહિત રૂ.8.06 લાખના મુદામાલ સાથે બે શખ્સોને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. ગુડગાવથી દારૂ જામનગરમાં ઘૂસે તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યા હતા.
જામનગર-લાલપુર બાયપાસ પાસે ક્રિષ્ના પાર્કના ગેઇટની અંદર રોડ ઉપરથી આરોપી કપીલ કિશનપાલ શાકલા (ઉવ.30 ધંધો.જમીન લે-વેચ રહે.ભૌડસી ગામ બાબા મોહલ્લા તા-સોહના જી.ગુડગાંવ રાજય.હરીયાણા અને ક્રિપાશંકર ઓમકારનાથ શર્મા (ઉ.વ.57 ધંધો ડ્રાઇવિંગ રહે હરીહરસરાઇ વિસ્તાર તા.અમેઠી જી.અમેઠી ઉતરપ્રદેશ)ની એક્સ.યુ.વી કાર રજી. નં- જીજે.05.જેઇ.5121 અટકાવી તલાસી લેતા કારના ચોરખાનામાંથી રૂ.3,66,120 ની કિંમતની 408 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આરોપીઓ પાસેથી ત્રણ મોબાઇલ, એકસ.યુ.વી. કાર સહિત કિ.રૂ.8,06,120 નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓ દારૂનો આ જથ્થો ગુડગાવ ઇંગ્લીશ વાઇન શોપ નામની દુકાનેથી લઇ આવ્યા હોય અને જામનગરમાં વિશાલ પ્રવિણભાઇ માવ (રહે. કિશાનચોક જામનગર) કહેવાથી તેમને આપવા માટે લઈ આવ્યા હોવાનું ખૂલ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt