મહેસાણા જિલ્લામાં બાગાયત સહાય યોજનાઓ માટે આઈ-ખેડૂત 2.0 પોર્ટલ ખુલ્લું
મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં વર્ષ 2026-27 માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે i-Khedut 2.0 પોર્ટલ ખુલ્લું મુકાયું છે. જિલ્લાના બાગાયતી ખેડૂતો તા. 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. નાયબ બાગાયત નિયામકશ્રીએ માહ
મહેસાણા જિલ્લામાં બાગાયત સહાય યોજનાઓ માટે i-Khedut 2.0 પોર્ટલ ખુલ્લું


મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં વર્ષ 2026-27 માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે i-Khedut 2.0 પોર્ટલ ખુલ્લું મુકાયું છે. જિલ્લાના બાગાયતી ખેડૂતો તા. 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

નાયબ બાગાયત નિયામકશ્રીએ માહિતી આપતા જણાવ્યું કે ‘સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ’ હેઠળ રાજ્ય અને કેન્દ્ર સહાયિત અનેક યોજનાઓ અમલમાં છે. કુલ 40થી વધુ ઘટકોમાં ખેડૂતોને સહાય મળશે. જેમાં મહિલા તાલીમાર્થીઓ માટે સ્ટાઈપેન્ડ, મંડપ-ટ્રેલીઝ, ફ્રૂટ-ક્રોપ કવર, બગીચાઓનું નવસર્જન તેમજ મીની ટ્રેક્ટર અને રોટાવેટર જેવા સાધનોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન, પેકિંગ મટીરીયલ અને કોલ્ડ ચેઈન જેવી સુવિધાઓમાં પણ સહાય આપવામાં આવશે. ખેડૂતો માટે પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન સાથે નોંધણી કરવી ફરજિયાત છે.

અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ રાખવી અને મંજૂરી મળ્યા પછી જરૂરી દસ્તાવેજો કચેરી ખાતે જમા કરાવવા જણાવાયું છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક કચેરી, મહેસાણાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande