જીટીયુ NSSના સ્વયંસેવકોએ 9મા નોર્થ ઈસ્ટ યુથ ફેસ્ટિવલ 2026, નાગાલેન્ડમાં ભાગ લીધો
અમદાવાદ, 27 માર્ચ (હિ.સ.) : તાજેતરમાં નોર્થ ઈસ્ટ યુથ ફેસ્ટિવલ 2026 નાગાલેન્ડ ખાતે યોજાયો હતો.આ ફેસ્ટિવલનું આયોજન નાગાલેન્ડ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નોર્થ ઈસ્ટની સેવન સિસ્ટર સ્ટેટ્સ—અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય,મિઝોરમ, નાગાલેન
જીટીયુ NSSના સ્વયંસેવકોએ 9મા નોર્થ ઈસ્ટ યુથ ફેસ્ટિવલ 2026, નાગાલેન્ડમાં ભાગ લીધો


અમદાવાદ, 27 માર્ચ (હિ.સ.) : તાજેતરમાં નોર્થ ઈસ્ટ યુથ ફેસ્ટિવલ 2026 નાગાલેન્ડ ખાતે યોજાયો હતો.આ ફેસ્ટિવલનું આયોજન નાગાલેન્ડ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નોર્થ ઈસ્ટની સેવન સિસ્ટર સ્ટેટ્સ—અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય,મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા તથા સિક્કિમ રાજ્યના યુવાનો જોડાયા હતા.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) હેઠળ દેશભરના 20 થી વધુ રાજ્યોમાંથી 200 કરતાં વધુ સ્વયંસેવકો જોડાયા હતા. જેમાં ગુજરાત રાજ્યમાંથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના ચાર ભાઈઓ અને ચાર બહેનો સ્વયંસેવકો તથા ડૉ. વિકાશ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફિસર, NSS, SVIT વાસદ) ઇન્ચાર્જ તરીકે જોડાયા હતા.

આ પાંચ દિવસીય કાર્યક્રમ દરમિયાન દેશભરના યુવાનોને નોર્થ ઈસ્ટના યુવાનો સાથે રહી તેમની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીને નજીકથી સમજવાનો અવસર મળ્યો. સાથે સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ થયું, જે રાષ્ટ્રીય એકતા માટે મહત્વપૂર્ણ છે.

આવા કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ની ભાવના વધુ મજબૂત બને છે. ગુજરાતના યુવાનો દ્વારા પરંપરાગત વેશભૂષામાં ગરબા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભરના યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. GTU ના વિદ્યાર્થીઓએ સૌ સાથે સહકાર અને સમન્વયથી રહી દેશભરના યુવાનોમાં પોતાની સકારાત્મક છાપ ઊભી કરી હતી. રીજનલ ડાયરેક્ટર ડૉ.કમલકુમાર કર તથા જીટીયુ ના હોદ્દેદારો દ્વારા NSS ના સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande