જિલ્લામાં કાર્યરત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ સેવાઓની સમીક્ષા કરાઇ
સોમનાથ,27 માર્ચ (હિ.સ.) આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને ઝડપી બનાવવા માટે કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવાની કામગીરી અંગે ગુજરાત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના ઓપરેશનલ હેડ સતીશ પટેલ દ્વારા સોમનાથ જિલ્લામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ સે
જિલ્લામાં કાર્યરત ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ


સોમનાથ,27 માર્ચ (હિ.સ.) આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને ઝડપી બનાવવા માટે કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવાની કામગીરી અંગે ગુજરાત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના ઓપરેશનલ હેડ સતીશ પટેલ દ્વારા સોમનાથ જિલ્લામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ સેવાની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી.

તેઓએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અને ખિલખિલાટ સેવાઓ તેમજ અન્ય પ્રોજેક્ટોની સમીક્ષા માટે મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન સતીશ પટેલ દ્વારા સેવાઓની કામગીરી, સ્ટાફની તૈયારી અને વાહનોની જાળવણી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે મેદાન સ્તરના સ્ટાફ સાથે ચર્ચા કરીને અન્ય ચાલી રહેલા પ્રોજેક્ટોની પ્રગતિ પણ જાણી હતી.

તે ઉપરાંત રિસ્પોન્સ ટાઈમ સુધારવા અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવાના સૂચનો સાથે તેમણે ટીમના પ્રયાસોને બિરદાવ્યા અને કામગીરીમાં સુધારો લાવવા માર્ગદર્શન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande