
ગીર સોમનાથ 27 માર્ચ (હિ.સ.) બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ ૨૦૨૬–૨૭ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી ઘટકો જેવા કે, કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી, સરગવાની ખેતી, ખેતર પરના ગ્રેડીંગ શોર્ટીગ પેકિંગ એકમ ઉભા કરવા, કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ, આંબા/જામફળ ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, આંબા / લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે, કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર માટે સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, પપૈયા/કેળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, પોલી હાઉસ/નેટ હાઉસ, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેક, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, પપૈયા / કેળ (ટીસ્યુ )માં સહાય, ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, ક્રોપ કવર ( શાકભાજી પાકો માટે ), ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટીક ક્રેટસ) ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર, ફ્રુટ કવર (આંબા/દાડમ/જામફળ/સિતાફળ/કમલમ-ડ્રેગનફ્રુટ), બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, મહિલા તાલીમાર્થીઓને વૃતિકા ( સ્ટાઇપેંડ ),અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ),કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂર માં સહાય, વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો, ફુલ પાકો, મધમાખી ઉછેર, લો કોસ્ટ/નાના પાયે મશરૂમ ઉત્પાદન એકમ,રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહિકલ, મલ્ચીંગ, રાજયમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ ૫૦૦૧ થી ૧૦૦૦૦ મે.ટન સુધી) ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, અનુ. જાતી (SCSP)ના લાભાર્થીઓની બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ જેવા વિવિધ ઘટકો માટે નવીન આઇ - ખેડુત પોર્ટલ ૨.૦ તારીખ ૨૭/૦૩/૨૦૨૬થી તારીખ: ૨૬/૦૪/૨૦૨૬સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. તો લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭થી નવીન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડુતોએ પોતાનું આધાર ઓર્થેન્ટિકેશન ફરજીયાત કરવાનું રહેશે. ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦, વેરાવળ ખાતે બીનચુક જમા કરાવવાના રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ