તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ બેગ મુળ માલિકને પરત અપાવતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ 27 માર્ચ (હિ.સ.) સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.લોહ તથા સુત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા થયેલ કામગીરીની હકીકત એવી છે કે, સુત્રાપાડા પો.સ્ટે.ના ટાઉન બીટ ખાતે એક વ્યક્તિ નામે- ધર્મવિરકુમાર વિવેકકુમાર ઉ.વ.-૩૮, ધંધો
ખોવાયેલ બેગ મુળ માલિકને પરત અપાવતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ 27 માર્ચ (હિ.સ.) સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.લોહ તથા સુત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા થયેલ કામગીરીની હકીકત એવી છે કે, સુત્રાપાડા પો.સ્ટે.ના ટાઉન બીટ ખાતે એક વ્યક્તિ નામે- ધર્મવિરકુમાર વિવેકકુમાર ઉ.વ.-૩૮, ધંધો-કોન્ટ્રાક્ટર, રહે. ફરદાગાવ, જીલ્લો-મુંગેર, બિહાર, હાલ રહે.સુત્રાપાડા, ભુતડા બાપાના મંદિરની બાજુમા, સોડાગેટ વાળા આવી રજુઆત કરેલ કે, પોતે રાજકોટ થી સુત્રાપાડા મુકામે આવતા હોય, તે દરમ્યાન પોતાની પાસે રહેલ એક ટ્રોલીબેગ કે જેમા પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ તથા કપડા હોય, જે બેગ રસ્તામાં ક્યાંક ખોવાય ગયેલ હોવાનું જણાવેલ હોય, સુત્રાપાડા પો.સ્ટે. ટાઉન બીટના એ.એસ.આઈ. મનોજભાઇ કરશનભાઇ બાંભણીયા તથા પો.કોન્સ. સતિષભાઇ પ્રતાપભાઇ ગોહિલ તથા પો.કોન્સ. ભાવેશભાઇ જીણાભાઇ ડાંગોદરા દ્વારા ટીમવર્ક કરી હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી તુરંત ખોવાયેલ બેગની ભાળ મેળવી, ટ્રોલીબેગ શોધી તેમા રહેલ જરૂરી ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ તથા કપડા સહિત શોધી કાઢી તેના મુળમાલિકને જે-તે સ્થિતીમા પરત સોંપી આપવામાં આવેલ છે. પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સુત્ર ગીર સોમનાથ પોલીસે સાર્થક કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande