
ગીર સોમનાથ, 27 માર્ચ (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના ધામળેજ, કણજોતર, રાખેજ અને સીગસર સહિતના ગામોમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ભાવભીની અને ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે ગામના રામજી મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ભગવાન શ્રી રામના જન્મ પ્રસંગે આરતી ઉતારી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો.
કેટલાક સ્થળોએ શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગામના ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર ગામમાં જય શ્રી રામના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું..
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ