સિદ્ધપુરની એલ.એસ. હાઈસ્કૂલ ખાતે ‘માતૃવંદના ઉત્સવ 2026’ સફળતા પૂર્વક સંપન્ન.
પાટણ, 27 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરની એલ.એસ. હાઈસ્કૂલ ખાતે 25-26 માર્ચે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા પાટણ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘માતૃવંદના ઉત્સવ 2026’ યોજાયો હતો. ચૈત્ર નવરાત્રી અને રામનવમી નિમિત્તે આયોજિત આ
સિદ્ધપુરની એલ.એસ. હાઈસ્કૂલ ખાતે ‘માતૃવંદના ઉત્સવ 2026’ સફળતા પૂર્વક સંપન્ન.


પાટણ, 27 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરની એલ.એસ. હાઈસ્કૂલ ખાતે 25-26 માર્ચે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા પાટણ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘માતૃવંદના ઉત્સવ 2026’ યોજાયો હતો. ચૈત્ર નવરાત્રી અને રામનવમી નિમિત્તે આયોજિત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ઉત્સવના અંતિમ દિવસે ગાયિકા કલ્યાણી કોઠાળકર અને ગાયક નયન પંચોલીએ ભક્તિ અને સુગમ સંગીતની રજૂઆત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. શાસ્ત્રીય, સુગમ સંગીત અને પરંપરાગત-આધુનિક તાલમેલનો સુંદર સંગમ જોવા મળ્યો.

કવિ ભૂષણ ઓઝા અને કલાકાર સલીલ મહેતાએ લોકસાહિત્યની રચનાઓ રજૂ કરી કાર્યક્રમમાં લોકસંસ્કૃતિનો રંગ ભરી દીધો. સમાપન પ્રસંગે જય બારોટ અને બાબુભાઈ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande