
મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) વર્ષ 2026-27 માટે પશુપાલન ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ આપવા ગુજરાત સરકાર દ્વારા i-Khedut પોર્ટલ ખુલ્લું મુકાયું છે. રાજ્યના પશુપાલકો તા. 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
આ યોજનાઓ હેઠળ પશુપાલકોને આર્થિક રીતે મજબૂત બનાવવા અને પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવા કુલ 12 વિવિધ ઘટકોમાં સહાય ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં વ્યક્તિગત તેમજ સંસ્થાકીય બંને પ્રકારની યોજનાઓનો સમાવેશ થાય છે.
લાભાર્થીઓએ https://ikhedut.gujarat.gov.in� વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવી રહેશે. જો કોઈ યોજનામાં લક્ષ્યાંક મુજબ અરજીઓ ઓછી મળે તો પોર્ટલની મુદત વધારવામાં આવી શકે છે, જેની માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.
સરકારી જોગવાઈઓ મુજબ દિવ્યાંગ પશુપાલકો પણ આ યોજનાઓનો લાભ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે નજીકની પશુસારવાર કેન્દ્ર અથવા પશુપાલન કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.
આ પહેલથી પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને પશુપાલકોની આવકમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR