મહેસાણા સંકલન સમિતિ બેઠકમાં જનપ્રશ્નોના ઝડપી નિકાલ પર ભાર
મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જનહિતના પ્રશ્નો અને વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરશ્રીએ અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામ
મહેસાણા સંકલન સમિતિ બેઠકમાં જનપ્રશ્નોના ઝડપી નિકાલ પર ભાર


મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જનહિતના પ્રશ્નો અને વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરશ્રીએ અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં નિકાલ લાવવા તાકીદ કરી હતી.

બેઠકમાં ધારાસભ્યો દ્વારા એસટી બસ સેવા, પીવાનું પાણી, આરોગ્ય સુવિધાઓ અને રસ્તાઓના પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆતો કરવામાં આવી. વિજાપુર-હિંમતનગર મિની બસ સેવા, ગ્રામ્ય પાણી ટાંકા અને આરોગ્ય સુવિધાઓ વધારવા જેવા મુદ્દાઓ ચર્ચાયા હતા.

પોલીસ વિભાગ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ ચોરાયેલો મુદ્દામાલ પરત આપવાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી. સાથે જ સાયબર ક્રાઈમ અને મહિલા જાગૃતિ અંગેના પ્રયાસોની માહિતી પણ રજૂ કરાઈ.

જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જમીન ફાળવણીની કામગીરીને વિધાનસભામાં નોંધ મળતાં પદાધિકારીઓએ ટીમને અભિનંદન પાઠવ્યા. બેઠકના અંતે મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલેને સ્મૃતિચિન્હ આપી વિદાય આપવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande