બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીની શોભાયાત્રા, ગર્ભગૃહમાં નવખંડ પલ્લીનો ભોગ
મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) બહુચરાજી ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરથી નીકળેલી શાહી સવારી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, ભક્તિમય માહોલ સર્જાયો હત
બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીની શોભાયાત્રા, ગર્ભગૃહમાં નવખંડ પલ્લીનો ભોગ


મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) બહુચરાજી ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરથી નીકળેલી શાહી સવારી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, ભક્તિમય માહોલ સર્જાયો હતો. ‘બોલ મારી બહુચર’ના નાદ સાથે ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ચૈત્રી આઠમના પાવન અવસરે મધરાતે 12 કલાકે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના ગર્ભગૃહમાં નવખંડ પલ્લીનો વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ લેવા માટે ગુજરાતભરમાંથી ભક્તો હાજર રહ્યા હતા.

પરંપરા મુજબ માતાજીની સવારીને પોલીસ જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યો હતો, જે આ પ્રસંગનું વિશેષ આકર્ષણ બન્યું હતું. યાત્રા પૂર્વે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

મહોત્સવ દરમિયાન ભજન, ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોએ માતાજીના દર્શન કરી ધાર્મિક આનંદની અનુભૂતિ કરી હતી. સમગ્ર બહુચરાજી પંથક ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande