પ્રાકૃતિક ખેતીથી સફળતા: અંબાલાના ખેડૂત હસમુખ પટેલ પ્રેરણારૂપ
મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામના 65 વર્ષીય ખેડૂત હસમુખ પટેલ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતાનો નવો માર્ગ દર્શાવી રહ્યા છે. માત્ર 2 વીઘા જમીન પર તેઓ બાગાયત આધારિત મિશ્ર ખેતી કરીને સારી આવક મેળવી
પ્રાકૃતિક ખેતીથી સફળતા: અંબાલાના ખેડૂત હસમુખભાઈ પટેલ પ્રેરણારૂપ


પ્રાકૃતિક ખેતીથી સફળતા: અંબાલાના ખેડૂત હસમુખભાઈ પટેલ પ્રેરણારૂપ


મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામના 65 વર્ષીય ખેડૂત હસમુખ પટેલ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતાનો નવો માર્ગ દર્શાવી રહ્યા છે. માત્ર 2 વીઘા જમીન પર તેઓ બાગાયત આધારિત મિશ્ર ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે.

તેમની ખેતીમાં આંબા, ચીકુ, પપૈયા, જામફળ અને સરગવા જેવા ફળોના ઝાડો સાથે કાકડી, ભીંડા, દૂધી અને ગવાર જેવી શાકભાજીનું ઉત્પાદન થાય છે. પ્રાકૃતિક રીતે ઉગાડેલી પેદાશ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોવાને કારણે ગ્રાહકોમાં વિશેષ માંગ ધરાવે છે.

હસમુખભાઈએ પોતાના ગામમાં જ દુકાન શરૂ કરી છે, જ્યાં તેઓ સીધું રિટેલ વેચાણ કરે છે. આ કારણે મધ્યસ્થીઓનો ખર્ચ ટળી જાય છે અને તેમને પ્રતિ કિલો અંદાજે ₹20 વધુ ભાવ મળે છે. ખેતી સાથે તેઓ ગૌપાલન પણ કરે છે અને દૂધ, છાશ તથા ઘીનું વેચાણ કરીને વધારાની આવક મેળવે છે.

આત્મા સંસ્થાની તાલીમથી પ્રેરાઈ તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. હાલ તેઓ વાર્ષિક અંદાજે ₹2 લાખની આવક મેળવી રહ્યા છે. તેમનું મોડેલ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande