રામનવમી રથયાત્રામાં કદમ ફાઉન્ડેશનની સેવા: 1000 લિટર છાશનું વિતરણ
- પ્રમુખ હરેશભાઈ પટેલ સાથે ટીમનું ઉત્તમ આયોજન મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) : મહેસાણા શહેરમાં રામનવમી નિમિત્તે યોજાયેલી ભવ્ય રથયાત્રા દરમિયાન કદમ ફાઉન્ડેશન દ્વારા ઠંડી છાશના કેમ્પનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. ગરમી વચ્ચે યાત્રાળુઓને રાહત મ
રામનવમી રથયાત્રામાં કદમ ફાઉન્ડેશનની સેવા: 1000 લિટર છાશનું વિતરણ, પ્રમુખ હરેશભાઈ પટેલ સાથે ટીમનું ઉત્તમ આયોજન


રામનવમી રથયાત્રામાં કદમ ફાઉન્ડેશનની સેવા: 1000 લિટર છાશનું વિતરણ, પ્રમુખ હરેશભાઈ પટેલ સાથે ટીમનું ઉત્તમ આયોજન


રામનવમી રથયાત્રામાં કદમ ફાઉન્ડેશનની સેવા: 1000 લિટર છાશનું વિતરણ, પ્રમુખ હરેશભાઈ પટેલ સાથે ટીમનું ઉત્તમ આયોજન


- પ્રમુખ હરેશભાઈ પટેલ સાથે ટીમનું ઉત્તમ આયોજન

મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) : મહેસાણા શહેરમાં રામનવમી નિમિત્તે યોજાયેલી ભવ્ય રથયાત્રા દરમિયાન કદમ ફાઉન્ડેશન દ્વારા ઠંડી છાશના કેમ્પનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. ગરમી વચ્ચે યાત્રાળુઓને રાહત મળે તે હેતુથી આશરે 1000 લિટર છાશનું વિતરણ કરવામાં આવ્યું, જેને શ્રદ્ધાળુઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ પ્રસંગે મહેસાણા જિલ્લા યુવક મોરચાના મહામંત્રી વિશાલભાઈ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શ્રી રામ સેના સમિતિના પ્રમુખ શેખાવત સાહેબ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમજ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર હાજર રહી કેમ્પની મુલાકાત લીધી અને સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી.

કદમ ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષથી સતત રામનવમી રથયાત્રા દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આ વર્ષે પણ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેમ્પનું સફળ આયોજન થયું હતું. પ્રમુખ હરેશભાઈ પટેલે ટીમ સાથે સંકલન સાધીને સમગ્ર વ્યવસ્થાને સુચારૂ રીતે આગળ વધારી, જેના પરિણામે મોટી સંખ્યામાં યાત્રાળુઓ સુધી સરળતાથી સેવા પહોંચાડી શકાયી.

સાથે જ ફાઉન્ડેશનની ટીમના સભ્યો ફરશુભાઈ ચૌધરી, નીતલબેન રાવલ તથા તમામ કારોબારી સભ્યોએ પણ ઉત્સાહપૂર્વક સેવાકીય કામગીરીમાં ભાગ લીધો હતો. ટીમવર્ક અને સંકલનના કારણે સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો. પ્રમુખ હરેશભાઈ પટેલ અને તેમની ટીમના સંયુક્ત પ્રયાસોથી આ કેમ્પ માત્ર સેવા પૂરતું નહીં પરંતુ સમાજમાં સહકાર અને માનવતાનું સુંદર ઉદાહરણ બની રહ્યો છે. સ્થાનિક લોકોએ પણ આ કામગીરીને વખાણી ફાઉન્ડેશનના પ્રયાસોને બિરદાવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande