માધવપુર મેળાના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકાર રાજ ગઢવી અને મયુર દવેની જોડી જમાવટ કરશે.
પોરબંદર, 27 માર્ચ (હિ.સ.)ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સ્મૃતિમાં ઉજવાતા સુપ્રસિદ્ધ માધવપુર મેળાના બીજા દિવસે, તા.28 માર્ચે રાત્રે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રખ્યાત લોકગાયક રાજ ગઢવી અને મયુર દવેની જોડી દર્શકોને મંત્રમુ
માધવપુર મેળાના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકાર રાજ ગઢવી અને મયુર દવેની જોડી જમાવટ કરશે.


પોરબંદર, 27 માર્ચ (હિ.સ.)ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સ્મૃતિમાં ઉજવાતા સુપ્રસિદ્ધ માધવપુર મેળાના બીજા દિવસે, તા.28 માર્ચે રાત્રે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રખ્યાત લોકગાયક રાજ ગઢવી અને મયુર દવેની જોડી દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

આ કાર્યક્રમમાં નોર્થ-ઈસ્ટ અને ગુજરાતના લોકનૃત્યોનું આકર્ષક ફ્યુઝન રજૂ કરવામાં આવશે, જે મેળાની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરશે. ઉપરાંત, સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે દરરોજ 30 મિનિટનો સમય ફાળવી તેમની વિશેષ પ્રસ્તુતિ પણ યોજવામાં આવી છે. અને જિલ્લાના નાગરિકોને આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande