



પોરબંદર, 27 માર્ચ (હિ.સ.)શીશલી ગામની ટીંબા સીમ વિસ્તારમાં થોડા સમય પૂર્વે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો જે મામલે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બગવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર.જી.ચુડાસમા તથા સ્ટાફના અધિકારીઓ શીશલી ટીંબા સીમ વિસ્તારમાં થયેલ ચોરીની તપાસમાં હતા તે દરમ્યાન જે ઘરમાં ચોરી થઈ હતી તે ઘરની બાજુમા જ રહેતી એક મહીલાએ ચોરી કરી હોવાની બાતમી મળી હતી જેથી બાતમીના આધારે પોલીસે મહિલાની પૂછપરછ કરતા શાંતિબેન વા./ઓ. કેશુભાઈ જેઠાભાઈ ખુંટીએ ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે તેમની પાસેથી ચાંદલી હાર વજન 116,800 ગ્રામ, કાનસર સાથેના કાનના લટકણીયા વજન 14.00ગ્રામ, જેન્સનો ચેન વજન 19,900 ગ્રામ, સ્ત્રી-પુરૂષની રીંગ નંગ-4 વજન 8,769 ગ્રામ, બીસ્કીટ વજન 99,900ગ્રામ, રોકડ રૂપીયા 1,50,000/- તેમજ ચોરીમાં ગયેલ મુદામાલને ભંગાવી બીજો બનાવેલ મુદામાલમાં કાનની બુટ્ટી સાથેનો રજવાડી હાર વજન 84,300 ગ્રામ, મંગલશુત્ર વજન 44,300 ગ્રામ, ગળાનો ટુંકો હાર વજન 16,200 ગ્રામ, બુટ્ટી સાથેનો પેન્ડલ સેટ વજન 11,200 ગ્રામ, સ્ત્રી-પુરૂષની વીટી નંગ-3 વજન 7,600 એમ કુલ આશરે 44 તોલા સોનુ અને રોકડ કબ્જે કરી શાંતિબેન વા./ઓ. કેશુભાઈ જેઠાભાઈ ખુંટીની અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમા બગવદર PSI આર.જી. ચુડાસમા, ASI એચ.ડી.સીસોદીયા, HC ડી.આર.સીસોદીયા તથા PC વિંઝાભાઈ હાજાભાઈ તથા હિતેશ જશરાજભાઈ વિગેરે રોકાયેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya