સિદ્ધપુરના સુજાણપુર ગામમાં શ્રી રામ અને ઉમિયા માતા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
પાટણ, 27 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના સુજાણપુર ગામમાં શ્રી રામ જન સેવા સંસ્થાન અને ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત રામ મંદિર અને ઉમિયા માતા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો અને હજારો ભક્તો
સિદ્ધપુરના સુજાણપુર ગામમાં શ્રી રામ અને ઉમિયા માતા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો


પાટણ, 27 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના સુજાણપુર ગામમાં શ્રી રામ જન સેવા સંસ્થાન અને ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત રામ મંદિર અને ઉમિયા માતા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો અને હજારો ભક્તોએ દર્શન તથા પ્રસાદનો લાભ લઈ આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો.

મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ અને યજ્ઞોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર નિર્માણમાં સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ગ્રામજનોની એકતા અને ભક્તિભાવની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર.પી. પટેલ સહિત અનેક સામાજિક અને રાજકીય આગેવાનો, સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ વધુ ગૌરવપૂર્ણ બન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande