ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની બોર્ડ બેઠક તથા એવોર્ડ સમારોહ યોજાયો
રાજપીપલા,27 માર્ચ (હિ.સ.) પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યકક્ષા મંત્રી તથા ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં જી.એસ.સી. બેંક સહકાર ભવન ખાતે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિ.ની બોર્ડ બેઠક તેમજ એવોર્ડ સમારોહ કાર્ય
ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની બોર્ડ બેઠક તથા એવોર્ડ સમારોહ યોજાયો


રાજપીપલા,27 માર્ચ (હિ.સ.) પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યકક્ષા મંત્રી તથા ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં જી.એસ.સી. બેંક સહકાર ભવન ખાતે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિ.ની બોર્ડ બેઠક તેમજ એવોર્ડ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ 2024-25 માટે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, બેસ્ટ ટેકનિકલ ઇફિશિયન્સી એવોર્ડ, બેસ્ટ સુગર ફેક્ટરી એવોર્ડ તથા શેરડી ઉગાડતા ખેડૂતો માટે બેસ્ટ સુગરકેન ફાર્મર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. એવોર્ડ પ્રાપ્ત કરનાર તમામને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

સમારોહ દરમિયાન મંત્રીના હસ્તે કામરેજ સુગર ફેક્ટરીના પ્રમુખ અશ્વિન પટેલને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ બેસ્ટ ટેકનિકલ ઇફિશિયન્સી એવોર્ડ અંતર્ગત પ્રથમ પુરસ્કાર ચલથાણ સુગર ફેક્ટરી, દ્વિતીય પુરસ્કાર ગણદેવી સુગર ફેક્ટરી અને તૃતીય પુરસ્કાર મહુવા સુગર ફેક્ટરીને આપવામાં આવ્યો હતો. ઉપરાંત 2024-25 ની સિઝન માટે 9 જેટલા ખેડૂત સભાસદોને બેસ્ટ સુગરકેન ફાર્મર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ વિજેતાઓને શાલ ઓઢાવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ખાંડ ઉદ્યોગ સંઘના ઉપપ્રમુખ કેતન પટેલ, ગણદેવી સુગર ફેક્ટરીના ડિરેક્ટર રતિલાલ પટેલ, રણજીત પટેલ તેમજ બારડોલી, મહુવા, મઢી, સાયણ, નર્મદા અને વલસાડ સહિતની સુગર ફેક્ટરીઓના પ્રમુખઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande