
વલસાડ, 27 માર્ચ (હિ.સ.): વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલગામ ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં ટીપીએમ ધારા પટેલ અને કૃષિ સખી હેમલતાબેન પાલગમકર દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી હતી. જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એની વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. જેમાં જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે એની સમજ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેરમુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે માહિતી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે