મોપેડ ચાલકે મહિલાને હડફેટે લેતા મહિલાનું મોત.
પોરબંદર, 27 માર્ચ (હિ.સ.)પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રહેતા કિરણબેન વાઘેશ્વરી પ્લોટમાં કામ પૂરું કરી ડો.પારવાણીના દવાખાને પાસેથી ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા મોપેડ ચાલકે કિરણબેનને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તે
મોપેડ ચાલકે મહિલાને હડફેટે લેતા મહિલાનું મોત.


પોરબંદર, 27 માર્ચ (હિ.સ.)પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રહેતા કિરણબેન વાઘેશ્વરી પ્લોટમાં કામ પૂરું કરી ડો.પારવાણીના દવાખાને પાસેથી ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા મોપેડ ચાલકે કિરણબેનને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે કિરણબેનના પતિ રાજુ નારણભાઈ મકવાણાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોપેડ ચાલાક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande