
અમરેલી, 28 માર્ચ (હિ.સ.) આજરોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત અમરેલી જિલ્લા કલેક્ટર Dr. Vikalp Bharadwaj દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી, રેકોર્ડ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા સંબંધી કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
જિલ્લા કલેક્ટરે પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત લઈને કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે પોલીસ અધિકારીઓને જાહેર સેવા વધુ અસરકારક રીતે આપવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ફરિયાદોની ઝડપી નોંધણી, નાગરિકો સાથે સંવેદનશીલ વર્તન અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સક્રિય ભૂમિકા નિભાવવાની સૂચનાઓ આપવામાં આવી.
આ ઉપરાંત પોલીસ સ્ટાફને આધુનિક ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરી કામગીરીને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો.
મુલાકાત દરમિયાન પોલીસ સ્ટાફ સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ પણ સાંભળવામાં આવી હતી અને યોગ્ય નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી. આ ઇન્સ્પેક્શનથી પોલીસ કામગીરીમાં વધુ સુધારો અને કાર્યક્ષમતા વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai