મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી નો 10 મો પદવીદાન સમારોહ 29 માર્ચે યોજાશે.
ભાવનગર,28 માર્ચ (હિ.સ.) મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી નો 10 મો પદવીદાન સમારોહ આગામી 29 માર્ચ,2026 ના રોજ સાંજે 4:00 કલાકે અટલ ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે યોજાનાર છે. આ ગૌરવશાળી સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ તથા કુલાધિપતિ આચાર્ય દેવવ્રત
ભાવનગર


ભાવનગર,28 માર્ચ (હિ.સ.) મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી નો 10 મો પદવીદાન સમારોહ આગામી 29 માર્ચ,2026 ના રોજ સાંજે 4:00 કલાકે અટલ ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે યોજાનાર છે. આ ગૌરવશાળી સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ તથા કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ સાથે વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે, જેમાં મનસુખ માંડવીયા, નીમુ બાંભણીયા, પ્રદ્યુમન વાજા, જીતુવાઘાણી અને ત્રિકમ છાંગા સહિતના આગેવાનો હાજર રહેશે.

આ વર્ષે કુલ 12,704 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. જેમાં આર્ટસમાં 4,638, કોમર્સમાં 2,778, સાયન્સમાં 2,149, રૂરલ સ્ટડીઝમાં 1,434, મેનેજમેન્ટમાં 496, એજ્યુકેશનમાં 454 અને કાયદાશાસ્ત્રમાં 138 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમજ મેડિકલ, હોમિયોપેથી, ડેન્ટલ અને નર્સિંગ સહિત આરોગ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત થશે.સમારોહમાં કુલ 86 ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવશે, જેમાં 52 વિદ્યાર્થિનીઓ અને 34 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

ઉપરાંત વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 42 વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવશે, જેમાં 25 બહેનો અને 17 ભાઈઓનો સમાવેશ થાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે 22 સંશોધકોને Ph.D. પદવી એનાયત કરવામાં આવશે.આ વર્ષે પદવીદાન સમારોહનું વિશેષ આકર્ષણ એ છે કે સમગ્ર આયોજન અને સંચાલન સંપૂર્ણપણે મહિલા શક્તિ દ્વારા કરવામાં આવશે, જે નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત યુવક મહોત્સવ અને રમતગમતમાં પણ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.

સમારોહના આયોજનમાં પરીક્ષા વિભાગના કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશન પ્રો. ડો. તેજસ પી. જોશી અને તેમની ટીમ દ્વારા મહત્ત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે આ કાર્યક્રમ ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.અંતમાં કુલપતિએ જણાવ્યું હતું કે, આ પદવીદાન સમારોહ માત્ર પદવી વિતરણનો પ્રસંગ નહીં, પરંતુ મહિલા નેતૃત્વ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાનો અનોખો સમન્વય બની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande