
અમરેલી,28 માર્ચ (હિ.સ.) અમરેલી ખાતે જિલ્લા ભાજપ યુવા મોર્ચો દ્વારા સમાજપ્રેરક અને પર્યાવરણપ્રેમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહીદ વિરોની પ્રતિમાઓની સાફ-સફાઈ કરીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દેશ માટે બલિદાન આપનાર વિરોને યાદ કરી તેમની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.
કાર્યક્રમના બીજા ભાગમાં પક્ષીપ્રેમી અભિયાન અંતર્ગત ચકલીઓ માટે માળા તથા ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલ દ્વારા પર્યાવરણ જાળવણી અને જીવદયા પ્રત્યેનો સંદેશ આપવામાં આવ્યો.
આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઇ સહિત કાર્યકર્તાઓ અને યુવા મોર્ચાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા આવા સામાજિક કાર્યોને વધુ પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો.આ સમગ્ર કાર્યક્રમ દ્વારા દેશભક્તિ સાથે સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai