
- કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતા
- બે દિવસ માછીમારોને માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
અમદાવાદ,28 માર્ચ (હિ.સ.) હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 29 અને 30 માર્ચ આ બે દિવસ યલ્લો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે.
બે દિવસ માછીમારોને માછીમારોને દરિયો ન ખેડવા સૂચન.
આ 2 દિવસ દરમિયાન 30થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પણ સમગ્ર ગુજરાત ઉપર અસર કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે.
કોસ્ટલ દિશામાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાશે. માછીમારો માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે. આગામી 28 અને 29 માર્ચ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે સૌથી વધારે રાજકોટ 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગર 37 ડિગ્રી તાપમાન નોંધાયું. લઘુતમ તાપમાન સૌથી ઓછું કંડલામાં 23.8 ડિગ્રી તાપમાન નોંધાયું.
આગામી 29 અને 30 માર્ચ આ બે દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ