રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 27 થી 31 માર્ચ, 2026 સુધી શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર વર્કશોપનું આયોજન.
ભાવનગર, 28 માર્ચ (હિ.સ.) વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના શિક્ષકોમાં ફેલાવવા માટે, આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુન
ભાવનગર


ભાવનગર, 28 માર્ચ (હિ.સ.) વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના શિક્ષકોમાં ફેલાવવા માટે, આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર 5-દિવસની તાલીમ/વર્કશોપનું આયોજન 27 થી 31 માર્ચ, 2026દરમિયાન કરવામાં આવ્યું છે.

આ 5-દિવસીય વર્કશોપ માટે સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ, પંચમહાલ, જામનગર, ડાંગ, છોટાઉદેપુર

તથા બોટાદ જેવા 10 જીલ્લાઓ માંથી ધોરણ 8 થી 12ના 100 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.આ વર્કશોપ માટે સ્ટેટ બોર્ડ, EMRS અને સીબીએસઇ શાળાના શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાવનગરના જિલ્લા કલેકટર ડો. મનીષકુમાર બંસલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું શિક્ષણમાં મહત્વ સમજાવ્યું અને ભાગ લીધેલ શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો. સાથોસાથ આરએસસી ભાવનગરની ગેલેરીની મુલાકત લઈ પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડો. કન્નન શ્રીનિવાસન, પૂર્વ નિર્દેશક, CSMCRI-CSIR ભાવનગર પધારેલ હતા જેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ થી થનારી ક્રાંતિ વિશે રસપ્રદ વાત કરી. આ ૫ દિવસીય વર્કશોપ દરમિયાન TCS ગાંધીનગર, GEC ભાવનગર, DAIICT ગાંધીનગર, IITE ગાંધીનગર, શાંતિલાલ શાહ એન્જીનિયરીંગ કોલેજ ભાવનગર, IIIT વડોદરા, સાયબર સેલ ભાવનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાંતો પધારશે અને આવશે અને AI શિક્ષકો ને શિક્ષણ પ્રણાલીમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે, વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં અને કારકિર્દી ઘડતરમાં કેવી રીતે ઉપયોગી નીવડે તેનું માર્ગદર્શન આપશે, સાથે સાથે વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે.

આજના ઝડપથી વિકસતા વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) મહત્વની ભૂમિકા ભજવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) એ કમ્પ્યુટર સિસ્ટમ્સના વિકાસનો ઉલ્લેખ કરે છે જે સામાન્ય રીતે માનવ બુદ્ધિની જરૂર હોય તેવા કાર્યો કરી શકે છે. આ કાર્યોમાં શિક્ષણ, તર્ક, સમસ્યાનું નિરાકરણ, ધારણા, ડેટા બનાવવો અને ભાષાની સમજ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. AI નું ક્ષેત્ર ખુબ જ વ્યાપક છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં આજે શિક્ષણમાં સૌથી મોટા પડકારોનો સામનો કરવાની, શિક્ષણ અને શીખવાની પદ્ધતિઓમાં નવીનતા લાવવાની અને પ્રગતિને વેગ આપવાની ક્ષમતા છે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતું.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande