ખેડૂતહિતના વધુ એક ઐતિહાસિક નિર્ણય બદલ રાજ્ય સરકારને અભિનંદન : હિરેન હિરપરા
- ખેડૂતનું હિત એ સરકારની પ્રાથમિકતા, ખેડૂત હિત માટેના એક પછી એક નિર્ણયો ખેતી, ખેડૂત અને ગામડાના હિત માટેની સરકારની પ્રાથમિકતાની સાક્ષી પૂરાવી રહ્યા છે. ગાંધીનગર, 28 માર્ચ (હિ.સ.) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે વ
ખેડૂતહિતના વધુ એક ઐતિહાસિક નિર્ણય બદલ રાજ્ય સરકારને અભિનંદન : હિરેન હિરપરા


- ખેડૂતનું હિત એ સરકારની પ્રાથમિકતા, ખેડૂત હિત માટેના એક પછી એક નિર્ણયો ખેતી, ખેડૂત અને ગામડાના હિત માટેની સરકારની પ્રાથમિકતાની સાક્ષી પૂરાવી રહ્યા છે.

ગાંધીનગર, 28 માર્ચ (હિ.સ.) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે વારસાઈ જમીન વહીવટ માટે માત્ર ₹300 ની ટોકન સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો ખેડૂતહિતનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ નિર્ણય બદલ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ હિરેન હિરપરાએ રાજ્ય સરકારને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તથા માનનીય કેન્દ્રીય સહકાર અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી સતત આવા લોકકલ્યાણકારી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, તે અભિનંદનને પાત્ર છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વારસાઈ જમીન વહીવટ માટે માત્ર ₹300 ની ટોકન સ્ટેમ્પ ડ્યૂટીનો આ નિર્ણય ખેડૂતોને સીધી આર્થિક રાહત આપનાર અને તેમની સમસ્યાઓને સરળ બનાવનાર મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.”

હિરપરાએ અંતમાં રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આવા ખેડૂતલક્ષી નિર્ણયોથી ખેડૂતની સુખાકારીમાં વધારો થશે અને આના કારણે ગ્રામીણ વિકાસને વધુ ગતિ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande