ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્વક પૂર્ણ થઈ ગુજકેટની પરીક્ષા
- ૦૮ પરીક્ષા સ્થળો ઉપર કુલ ૧૬૭૧ પરીક્ષાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી ગીર સોમનાથ, 29 માર્ચ (હિ.સ.) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણબોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની ગુજકેટ પરીક્ષા–૨૦૨૬ની પરીક્ષાઓ આજ રોજ તા.૨
ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્વક પૂર્ણ થઈ ગુજકેટની પરીક્ષા


- ૦૮ પરીક્ષા સ્થળો ઉપર કુલ ૧૬૭૧ પરીક્ષાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી

ગીર સોમનાથ, 29 માર્ચ (હિ.સ.) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણબોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની ગુજકેટ પરીક્ષા–૨૦૨૬ની પરીક્ષાઓ આજ રોજ તા.૨૯/૦૩/૨૦૨૬નાં રોજ ગીર સોમનાથ જિલ્લા કક્ષાએ વેરાવળ કેન્દ્ર–૨૩૩ ઉપર ૦૮ પરીક્ષા સ્થળો ઉપર કુલ ૧૬૭૧ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગુજકેટના તમામ પરીક્ષા સ્થળો પર પરીક્ષાઓ શાંત અને તટસ્થ રીતે લેવાય તે હેતુથી કલેકટર દ્વારા વર્ગ-૧/૨ના અધિકારીશ્રીઓને ઓબ્ઝર્વર તરીકે નિયુકત કરવામાં આવેલા હતા. ગુજકેટના તમામ પરીક્ષા સ્થળો ઉપર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષક દ્વારા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ ગુજકેટની ઝોનલ કચેરીમાં સ્ટ્રોંગની સુરક્ષા માટે પણ ચૂસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.

પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ દ્વારા આ પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો ઉપર વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેવી સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. તેમજ એસ.ટી.વિભાગ દ્વારા જિલ્લાના અન્ય સ્થળોએથી પરીક્ષાર્થીઓને આવવા જવા માટે પરીક્ષાને અનુકુળ સમયે એસ.ટી.બસોની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પરીક્ષાર્થીઓને આરોગ્ય બાબતે કોઈ મુશ્કેલીઓ જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી તમામ પરીક્ષા સ્થળો ઉપર મેડીકલની ટીમો મુકવામાં આવી હતી.

આમ, સુનિયોજીત વ્યવસ્થાઓ વચ્ચે ગીર સોમનાથ જિલ્લાની ગુજકેટની પરીક્ષા શાંત વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande