
પાટણ, 29 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના વાલકેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમના 132મા એપિસોડનું પ્રસારણ નિહાળવા વિશેષ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં ટિફિન બેઠક અને નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ પણ યોજાયો હતો.
પ્રધાનમંત્રીના સંબોધનને ધારાસભ્ય અને પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા વાલકેશ્વર મહાદેવ મંદિરના પાટાંગણમાં એકત્રિત થઈને સાંભળાયું હતું. બાદમાં, સંગઠન મજબૂતી માટે એક વિશેષ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગઠનની આગળની યોજનાઓ અને વિસ્તારના વિકાસલક્ષી કાર્યો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે નવા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, એપીએમસી ચેરમેન, નગરપાલિકાના સદસ્યો, મહિલા મોરચાના પ્રમુખ, યુવા મોરચાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ