
ગીર સોમનાથ, 29 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં લોકોના આરોગ્યની ચિંતા રાખી નકલી ખાધ્ય પદાર્થો કે, ચીજવસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ નાઓએ જરૂરી સૂચના કરેલ હોય, સુચના અનુસંધાને ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી ઉના વિભાગ, ઉના નાઓની રાહબરી હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.વણારકા નાઓની સુચનાથી કોડીનાર પોલીસ સ્ટેશનના પો.સ્ટાફ વાહન ચેકીંગમા હોય તે દરમ્યાન એ.એસ.આઇ. પી.જે.વાઢેર તથા એ.એસ.આઇ. પી.એચ.રાયજાદા તથા પો.હેડ કોન્સ. મુકેશભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. દોલુભાઇ મનુભાઇ નાઓને મળેલ અંગત બાતમી હકિકત આધારે ઉના થી કોડનાર તરફ આવતી બોલેરો પીકઅપ રજી નં. GJ-11-Z-3050 વાળીમાં ટ્રાન્સ્પોર્ટના સામાનની આડમાં બનાવટી (ભેળસેળ યુકત) ઘી નો જથ્થો લઇ જાય છે હકીકત વાળી બોલેરો ચેક કરતા ૧૫ કીલોના ૦૭ ડબ્બા કુલ વજન ૧૦૫ કીલો ઘી મળી આવતા શંકાસ્પદ જણાતા FSO(ફુડ સેકટી ઓફીસર) ગીર સોમનાથ નાઓને બોલાવી ફુડ સેફટી અધિકારદ્વારા ચેક કરતા કુલ ડબ્બા નંગ-૦૭, જેમનો કુલ વજન ૧૦૫ કી.ગ્રામ જેમની કી.રૂ.૨૧૦૦૦/-ના ધી બિન આરોગ્યપ્રદ અંગે નમુના લઇ જપ્ત કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ઘી ના ડબ્બા મોકલનાર ઉનાના શ્રીજી કીરાણા સ્ટોર ના માલીક મહેશભાઇ મનસુખભાઇ ગોરખીયા રહે. ઉના વાળા તથા ડબ્બા ભરી આપનાર સમીરભાઇ સતારભાઇ સુમરા રહે. ઉના વાળા સામે તપાસ કાર્યવાહી કરવામાં આવેલ છે.
સંડોવાયેલ ઇસમ:-
શ્રીજી કીરાણા સ્ટોર ના માલીક મહેશભાઇ મનસુખભાઇ ગોરખીયા રહે. ઉના ઘી ના ડબ્બા ભરી આપનાર સમીરભાઇ સતારભાઈ સુમરા રહે. ઉના
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ