5.24 કરોડના ચોપાટી પુનઃવિકાસ માટે પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર કરાયું.
પોરબંદર, 29 માર્ચ (હિ.સ.)ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ અને રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓને અનુસરીને પોરબંદર શહેરમાં આધારભૂત સુવિધાઓ તેમજ પ્રવાસન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર
5.24 કરોડના ચોપાટી પુનઃવિકાસ માટે પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર કરાયું.


5.24 કરોડના ચોપાટી પુનઃવિકાસ માટે પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર કરાયું.


5.24 કરોડના ચોપાટી પુનઃવિકાસ માટે પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર કરાયું.


5.24 કરોડના ચોપાટી પુનઃવિકાસ માટે પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર કરાયું.


પોરબંદર, 29 માર્ચ (હિ.સ.)ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ અને રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓને અનુસરીને પોરબંદર શહેરમાં આધારભૂત સુવિધાઓ તેમજ પ્રવાસન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રોજેક્ટો સફળતાપૂર્વક અમલમાં મુકાઈ રહ્યા છે. પોરબંદર શહેરમાં આવેલ અસ્માવતી ઘાટ થી લઈને રતનપુર સુધી દરિયા કિનારાને વિકસાવવાનું આયોજન છે. તે અનુસંધાને શહેરના ચોપાટી તથા દરિયાકાંઠા વિસ્તારને વધુ આકર્ષક અને સુવિધાસભર બનાવવા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને આ દિશામાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 5.24 કરોડના ખર્ચે ચોપાટી પુનઃવિકાસ પ્રોજેક્ટ માટે પ્રથમ તબક્કાનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી તથા બાંધકામ વિભાગના સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણાના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ અંતર્ગત ઓસીયનિક હોટેલની પાછળના વિસ્તારમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેમાં યોગ કેન્દ્ર, બાળકો માટે ટ્રાફિક શિક્ષણ પાર્ક, બાળકો માટે રમતો વિસ્તાર, ખુલ્લું વ્યાયામ શાળા તેમજ આધુનિક રચનાત્મક પેવેલિયન જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ચોપાટી વિસ્તારને પરિવારમિત્ર, સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યપ્રધાન જાહેર સ્થળ તરીકે વિકસાવવાનો છે. ખાસ કરીને બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને મનોરંજન સાથે શિક્ષણ અને તંદુરસ્તીનું સંયોજન પૂરું પાડતી સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ વિકાસકાર્ય પૂર્ણ થયા બાદ પોરબંદર ચોપાટી સ્થાનિક નાગરિકો ઉપરાંત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને દરિયાકાંઠાના કુદરતી સૌંદર્ય સાથે આધુનિક સુવિધાઓનો સમન્વય ચોપાટીને નવી ઓળખ આપશે. પોરબંદર મહાનગરપાલિકાના આ પ્રયાસથી શહેરના નાગરિકોને ગુણવત્તાસભર સુવિધાઓ પ્રાપ્ત થશે અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા પ્રવાસન ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થશે. આ પ્રોજેક્ટ પોરબંદરના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande