
વલસાડ, 29 માર્ચ (હિ.સ.) : વલસાડ જિલ્લાના અબોલ પશુ- પક્ષીઓ માટે ગુજરાત સરકારના પશુ પાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી શરુ કરવામાં આવેલી 1962 એનિમલ હેલ્પલાઇન આરોગ્ય સંજીવની ગણાય રહી છે. વલસાડના તિથલ રોડ પર વાંકી નદી પાસે સ્થિત ગૌશાળાના દિનેશભાઈએ 1962 હેલ્પલાઈનમાં કોલ કરી ઈમરજન્સી કેસ લખાવ્યો હતો, જેથી ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી.
ડોક્ટરે ગૌશાળામાં પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે, ગાયને શિંગડાનું કેન્સર છે. જેથી ડૉ. રોહન પટેલ, ડો.ચિરાગ પટેલ અને પાઇલોટ કેવિન પટેલે મળીને શિંગડાની સર્જરી કરી ગાયને કેન્સર મુક્ત કરી હતી, જે બદલ હાજર ગૌશાળાના સંચાલકો અને સ્ટાફે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ અને ડોકટર તેમજ પાઇલોટની કામગીરીને બિરદાવી આ સેવા શરૂ કરવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે