હનુમાન જયંતી નિમિત્તે મહુવા માર્કેટિંગ યાર્ડ 2 એપ્રિલે બંધ રહેશે.
ભાવનગર, 29 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં આગામી 2 એપ્રિલ, ગુરુવારના રોજ હનુમાન જયંતી નિમિત્તે જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ અવસરે યાર્ડમાં તમામ પ્રકારની કૃષિ પેદાશોની હરાજી તેમજ લોડિંગ અને અનલોડિંગ સહિતનું તમામ
યાર્ડ


ભાવનગર, 29 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં આગામી 2 એપ્રિલ, ગુરુવારના રોજ હનુમાન જયંતી નિમિત્તે જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ અવસરે યાર્ડમાં તમામ પ્રકારની કૃષિ પેદાશોની હરાજી તેમજ લોડિંગ અને અનલોડિંગ સહિતનું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે તેવી જાણકારી યાર્ડ તંત્ર દ્વારા આપવામાં આવી છે.મહુવા માર્કેટિંગ યાર્ડ જિલ્લાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર છે, જ્યાં રોજબરોજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પોતાની કૃષિ પેદાશો વેચાણ માટે લાવે છે. પરંતુ તહેવારને ધ્યાનમાં રાખીને યાર્ડમાં એક દિવસ માટે કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 2 એપ્રિલના દિવસે કોઈપણ પ્રકારની હરાજી યોજાશે નહીં અને સાથે સાથે માલની આવક-જાવક પણ બંધ રહેશે.યાર્ડના અધિકારીઓએ ખેડૂત ભાઈઓ, કમિશન એજન્ટો, ખરીદનાર વેપારીઓ તેમજ ટ્રાન્સપોર્ટર ભાઈઓને આ બાબતની નોંધ લેવા અને પોતાના આયોજનમાં જરૂરી ફેરફાર કરવા અપીલ કરી છે. ખાસ કરીને ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની પેદાશો 2 એપ્રિલના દિવસે યાર્ડમાં લાવવા ટાળે જેથી અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande