
મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાસરીયા ગામના અંબાપુરા વિસ્તારમાં દરોડો પાડી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 30.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે PSI એ.ડી. કાંકરેચા અને ટીમ દ્વારા ભાસરીયા ત્રણ રસ્તા નજીક મેલડી માતાના મંદિર પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મહેન્દ્રા પીકઅપ (GJ-02-BT-3865), એસ-ક્રોસ કાર (GJ-18-BJ-9181) તેમજ એક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 5080 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 17.93 લાખ ગણાય છે.
આ ઉપરાંત રૂ. 81,500 રોકડ, બે વાહનો અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 30.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે સંડોવાયેલા તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને રેન્જ DIG વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન સામે ચાલી રહેલી કામગીરીમાં આ મહત્વપૂર્ણ સફળતા ગણાઈ રહી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR