પોરબંદરમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુન્હામાં 10 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.) : પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ. ઈન્સ. એચ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના અધિકારીઓ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન કમલાબાગ પો.સ્ટે.માં વર્ષ 2010 માં વિશ્વાસઘાત અને છેતરપિંડીની
કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુન્હામાં 10 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.


પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.) : પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ. ઈન્સ. એચ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના અધિકારીઓ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન કમલાબાગ પો.સ્ટે.માં વર્ષ 2010 માં વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ નોંધાયેલ ગુનાના નાસ્તા ફરતા આરોપી બચ્ચાખાન મોહીદીન ખાન લોનાવાલા હોવાનીબાતમી મળતા હકીકત આધારે તપાસ કરતા મજકુર આરોપી મળી આવેલ જેઓને પકડી આગળની તપાસ માટે કમલાબાગ પો.સ્ટે. ખાતે સોપી આપવામાં આવ્યો હતો. આ કામગીરી પેરોલ ફર્લો સ્કોડ પો.સબ. ઈન્સ. એચ.એમ.જાડેજા, એ.એસ.આઈ. એચ.કે.પરમાર, જે.આર. કટારા, પિયુષભાઈ બોદર, હરેશભાઇ સિસોદીયા, HC પિયુષભાઈ સીસોદીયા, કેશુભાઈ ગોરાણીયા, વજશીભાઈ વરૂ, જેતમલભાઈ મોઢવાડીયા, ભુપેન્દ્રસિંહ ઝાલા તથા PC આકાશભાઈ શાહ અને ટેકનીકલ ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande