
જુનાગઢ 11 એપ્રિલ (હિ.સ.) તાલાલા ગીર: સાસણ ખાતે આવેલ રિસોર્ટમાં ઓશો રજનીશજીની ત્રિ દિવસીય ધ્યાન અને આધ્યાત્મિક શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.આ શિબિરમાં ગુજરાત તથા રાજ્ય બહારથી બહોળી સંખ્યામાં ઓશો અનુયાયીઓ,સાધકો અને ધ્યાનપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શિબિરમાં પુણે આશ્રમથી પધારેલા પૂ.સંજય સ્વામીજીએ ઓશો દર્શન,જીવનદૃષ્ટિ અને તેની કાર્યપદ્ધતિ તથા વિવિધ પ્રકારની ધ્યાન પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું...“સ્વ-જાગૃતિ સૌથી મોટી સાધના છે” તે મંત્રને જીવનમાં કેવી રીતે ઉતારવો તે અંગે સરળ ઉદાહરણો સાથે ઉપયોગી સમજ પણ પૂ.સંજય સ્વામીજીએ આપી હતી.ધ્યાન શિબિર દ્રારા સાધકોને માનસિક શાંતિ,તણાવમુક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉપયોગી માર્ગદર્શન મળતાં સાધકોમાં સંતોષ સાથે પ્રસન્નતા જોવા મળી હતી.
આ પ્રસંગે દક્ષ રિસોર્ટના સંચાલક પનુભાઈ રાયચુરા તથા મેનેજમેન્ટના સભ્યો દ્વારા, સંજય સ્વામીજીનું સન્માન કરી આત્મિય સ્વાગત કરવામાં આવ્યું હતું.શિબિર દરમ્યાન રિસોર્ટ દ્વારા ઉત્તમ આવાસ,ભોજન ની સુંદર સુવિધા બદલ પૂ.સંજય સ્વામીજીએ હોટલ મેનેજમેન્ટ ની સરાહના કરી હતી.શિબિરના અંતે આયોજકોએ સર્વેનો આભાર વ્યક્ત કરી શિબીરનું સમાપન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ