

ગાંધીનગર, 11 એપ્રિલ (હિ.સ.) : કડી સર્વ વિશ્વ વિદ્યાલય તથા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંલગ્ન સી.એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી દ્વારા ત્રીજી ફિઝીયો ઝેનીથ -2026” રાષ્ટ્રીય ફિઝીયોથેરાપી પરિષદનું “Bridging Science and Compassion in Movement Restoration” વિષય પર કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ પટેલ સરની પ્રેરણા અને દીર્ધ દૃષ્ટિથી તા. 10/04/2026 થી 11/04/2026 સુધી સેક્ટર 12 સિવિલ કેમ્પસ ખાતે યોજવામાં આવી હતી.
આ ફિઝીયો ઝેનીથ -2026 રાષ્ટ્રીય પરિષદનું ઉદ્દઘાટન કડી સર્વ વિશ્વ વિદ્યાલયના ઇન્ચાર્જ ડાયરેકટર ડો.ગાર્ગી રાજપરા, ડૉ. અંજલી ભિસે, પ્રિન્સિપાલ, જી.સી.એસ. ફિઝિયોથેરાપી કોલેજ, ડૉ. અરુણા પાટણકર, ફિઝિયોથેરાપી પ્રેક્ટિશનર, ડૉ. રેજી સેમ્યુઅલ,પ્રિન્સિપાલ, સી.યુ. શાહ ફિઝિયોથેરાપી કોલેજ, સુરેન્દ્રનગર, ડૉ.સરવનમ મુરુગન, પ્રિન્સીપાલ, શ્રી ભારતીમૈયા કોલેજ ઓફ ફિઝીયોથેરાપી ડૉ. સંતોષ પાલ, ડી.આઈ.જી મેડિકલ, બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના પ્રતિનિધિના હસ્તે કરવામાં આવ્યું હતું. ડો.ગાર્ગી રાજપરા દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો. સી.એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપીના પ્રિન્સીપાલ ડો.કે વૈદિયનાદન દ્વારા સ્વાગત પરિચય કરવામાં આવ્યો હતો. ફિઝીયો ઝેનીથ -2026ના સોવિનિયરનું વિમોચન પણ આવનાર મહેમાનશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન સત્ર બાદ આભારવિધિ પરિષદના કો-કન્વીનિયર પ્રો. ડો. મયુર સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
આ બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં વિવિધ ફિઝીયોથેરાપી કોલેજના 450 જેટલા વિધાર્થી ડેલીગેસ્ટ તથા 100 જેટલા પ્રોફેશનલ ડેલીગેસ્ટે ભાગ લીધો હતો. તથા આ પરિષદમાં એક્સપર્ટ ટોક, પેનલ ડિસ્કશન, પોસ્ટર પ્રેજેન્ટેશન, વર્કશોપ, વગેરે જેવી વિવિધ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પરિષદમાં સંશોધકો દ્વારા પેપર પ્રેજેન્ટેશન અને વિશેષજ્ઞોએ વ્યાખ્યાનો રજુ કર્યા હતા. જેમાં મોડરેટર તરીકે ડો.નીપા શાહ, લેકચરર પેનલ મોડરેટર તરીકે ડો.કરીશમા જાગડ, તથા સ્પીકર તરીકે ડો.ધ્રુવ દવે, ડો.ધનશંકરન, ડો.પાર્થવ પટેલ, ડો. અંજન દેસાઈ, ડો.ગીરા ઠકકર, ડો.ભક્તિ ચોટાઈ, વિષય નિષ્ણાત તરીકે ડૉ. અંજલી ભિસે, ડો. દિપક કાચલિયા, પ્રો. આર.હરિહરા પ્રકાશ, ડૉ.સરવનમ મુરુગન, ડો.મનીષા રથી, પ્રો.એમ. બાલગણપતિ
ડો. રાજીવ લીંબાસીયા, ડો.ધ્વનિત શાહ, ડો.શૈલજા પટેલ જેવા વિશેષજ્ઞોએ પોતાના વિષય પર વ્યાખ્યાનો આપ્યા હતા. વર્કશોપમાં વિશેષજ્ઞ તરીકે ડો.દિપક કાચલીયા તથા ડો.કૌશલ ભટ્ટ
ખુબ જ ઉપયોગી માહિતી આપી હતી તથા સમાપન સત્રમાં આભારવિધિ અધ્યતા દવે દ્વારા કરવામાં આવી હતી.
આ “ફિઝીયો ઝેનીથ -2026 રાષ્ટ્રીય ફિઝીયોથેરાપી પરિષદને સફળ બનાવવામાં તમામ અધ્યાપકો અને વોલેન્ટીયર્સ વિધાર્થીઓએ ખુબ જ જહેમત ઊઠાવી છે. પેરા મેડીકલ ક્ષેત્રે વિધાર્થીઓ સક્ષમ બને એવા ઉદ્દેશ સાથે કડી સર્વ વિશ્વ વિદ્યાલય કર ભલા હોગા ભલા સૂત્રને સાર્થક કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ