
પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લા સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો છે. પોરબંદર મનપાની ચુંટણીમા ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ થવાનો છે. ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરે તે પૂર્વ કોંગ્રેસ દ્વારા 13 વોર્ડ પૈકી કેટલાક વોર્ડની યાદી જાહેર કરી છે. શહેરના ચર્ચમાં રહેલા વોર્ડનં-9 મા ભાજપના ધુરંધરો મેદાને ઉતરવાના છે. તેવા સમયે કોંગ્રેસમાંથી પોરબંદર શહેર કોંગ્રેસના પ્રમુખ રાજવીર બાપોદરાએ ઉમેદવારી નોંધાવી છે. તો બાકી રહેતા વોર્ડના ઉમેદવારોની કોંગ્રેસ દ્વારા પસંદગી કરવામા આવી રહી છે પોરબંદર મનપા માટે કોંગ્રેસ પણ લડી લવાના મુડમા છે. ભાજપને આપ અને કોંગ્રેસ કેટલી મુશ્કેલી ઉભી કરશે તેને લઇ પણ રાજકીય ચર્ચાઓ જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya