દાંતા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ, કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે આપની એન્ટ્રી
- આપ કોના વોટ તોડશે ? ભાજપા નિશ્ચિત બન્યું અંબાજી, 09 એપ્રિલ (હિ.સ.) : બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 48 અને 10 તાલુકા પંચાયતની 240 સાથે ત્રણ નગરપાલિકાઓ માટેનું મતદાન આગામી 26 એપ્રિલ યોજવાના છે, ને આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ
DAMTA-MA-UMEDVARI-PATR-BHARVAO


DAMTA-MA-UMEDVARI-PATR-BHARVAO


DAMTA-MA-UMEDVARI-PATR-BHARVAO


- આપ કોના વોટ તોડશે ? ભાજપા નિશ્ચિત બન્યું

અંબાજી, 09 એપ્રિલ (હિ.સ.) : બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 48 અને 10 તાલુકા પંચાયતની 240 સાથે ત્રણ નગરપાલિકાઓ માટેનું મતદાન આગામી 26 એપ્રિલ યોજવાના છે, ને આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે જિલ્લાના દાંતા તાલુકા મથકે આજે પોતાની ઉમેદવારી ભરવા ઉમેદવારોએ અને તેમના ટેકેદારનો મેળવડો જામ્યો હતો. જોકે દાંતા તાલુકામાં 20 તાલુકા પંચાયત અને જ્યારે જિલ્લા પંચાયતને ચાર બેઠકો માટે હાલ ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે. જ્યારે તાલુકા પંચાયતમાં ઉમેદવારી માટે મામલતદાર કચેરી અને જિલ્લા પંચાયતની ઉમેદવારી માટે પ્રાંતઅધિકારીની કચેરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આમ તો દાંતા તાલુકો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને દર વખતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામ સામે આવતા હોય છે ત્યારે આ વખતે આપ પાર્ટી એ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એન્ટ્રી કરી છે અને તાલુકા અને 20 અને જિલ્લા પંચાયતની ચાર આમ તમામ બેઠકો ઉપર આમ પાર્ટીના ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે. ત્યારે વિધાનસભામાં બાપ પાર્ટી માંથી ઉમેદવારી કરી ચૂકેલા રેવાભાઇ આ વખતે તાલુકા પંચાયતની ચૂંટણીનો સ્વાદ ચાખવા ઉમેદવારી નોંધાવી છે ને કોંગ્રેસે કોઈપણ જાતનો વિકાસ કર્યો નથી તેઓ દાવો કર્યો છે પ્રજા ને રોડ રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ મળી નથી તેથી તેમણે બાપ પાર્ટી છોડીને આપ પાર્ટીમાં ઉમેદવારી કરી છેતેમરેવાભાઇ સુંદલીયા આપ પાર્ટીના ઉમેદવાર , દાંતા એ જણાવ્યું હતું.

સાથે જે રીતે દાંતા તાલુકો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ને આ વખતે તોડી પાડવા ભાજપ એ પણ તૈયારીઓ કરી લીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપા ઉમેદવારી કરશે અને કોંગ્રેસના ગઢને તોડી પાડીને તાલુકા પંચાયત ભાજપા ની બનશે તેવો દાવો કરી રહ્યા છે જ્યારે આપ પાર્ટીનો કોઈ જ રોલ આ ચૂંટણી માં રહેતો ન હોવા ની વાત દાતા તાલુકાના ભાજપાના તાલુકા પ્રમુખ વિરેન્દ્ર બડગુજર કરી રહ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande