અનંતભાઈ અંબાણીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી: સોમનાથ મંદિરના ભોજનાલય માટે ₹5 કરોડનું દાન શિવાર્પણ કર્યું
ગીર સોમનાથ, 10 એપ્રિલ (હિ.સ.) : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના યુવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંતભાઈ અંબાણીએ પોતાના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણે આસ્થા અને સેવાનું અનોખું શિવાર્પણ કર્યું છે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક ભોજનાલય
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંતભાઈ અંબાણીના જન્મદિવસની


ગીર સોમનાથ, 10 એપ્રિલ (હિ.સ.) : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના યુવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંતભાઈ અંબાણીએ પોતાના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણે આસ્થા અને સેવાનું અનોખું શિવાર્પણ કર્યું છે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની પ્રસાદ સેવા અર્થે તેમણે ₹5 કરોડની રકમનું માતબર દાન અર્પણ કર્યું છે.

અનંતભાઈ અંબાણીની સોમનાથ મહાદેવ પ્રત્યેની અતૂટ આસ્થા સર્વવિદિત છે. નોંધનીય છે કે, તેમણે અગાઉ ચાલુ વર્ષના પ્રારંભે પણ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી ₹5 કરોડનું દાન અર્પણ કર્યું હતું. ત્યારે09'એપ્રિલના રોજ તેમણે ફરી પોતાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સોમનાથ દાદાના ભક્તોની સેવા કરવાના ઉમદા હેતુ સાથે ₹5 કરોડનું દાન શિવાર્પણ કર્યું છે. આ યોગદાનનો મુખ્ય ઉદ્દેશ સોમનાથ આવતા લાખો શ્રદ્ધાળુઓમાંથી કોઈ પણ ભક્ત ભૂખ્યો ન રહે તે ઉત્કૃષ્ટ પ્રકલ્પને સિદ્ધ કરવાનો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિઃશુલ્ક ભોજનાલયમાં આગામી 1 વર્ષ સુધી આવનારા ભક્તોને ભોજન પ્રસાદ કરાવવા માટે આ ₹5 કરોડની રાશિનો ઉપયોગ કરાશે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે અનેકવિધ સેવા પ્રકલ્પો ચલાવવામાં આવે છે, જેમાં 'નિશુલ્ક ભોજનાલય' એક પાયાની અને અત્યંત મહત્વની સેવા છે. અનંતભાઈ અંબાણીનું આ દાન લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને સુવિધા પ્રત્યેની તેમની સંવેદનશીલતાનું પ્રતીક છે. વિશેષ રૂપે અનંતભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે રિલાયન્સ પરિવાર દ્વારા સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને સાયમ વિશેષ શૃંગાર પૂજા સહિતની પૂજા અર્પણ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande