
પાટણ, 10 એપ્રિલ (હિ.સ.)
પાટણ શહેરમાં નિવૃત્ત 67 વર્ષીય ભરત વાણીયાને તેમના 10 વર્ષ જૂના મિત્ર લાલજી રણછોડ સિંધવે સોલાર સિસ્ટમ લગાડવાના બહાને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી. લાલજી અવારનવાર તેમના ઘરે આવતો અને પોતે સોલારનો ધંધો કરતો હોવાનું કહી બે મકાન પર સિસ્ટમ ફિટ કરવાની વાત કરી.
મિત્ર પર વિશ્વાસ રાખી ભરતે 7 અને 28 ફેબ્રુઆરી 2022ના રોજ બે હપ્તામાં કુલ 1,00,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ રકમ જયેશ અશોક નામના વ્યક્તિના મોબાઇલ નંબર પર મોકલવામાં આવી હતી.
નાણા મળ્યા બાદ લાલજીએ કામ કરવાની જગ્યાએ બહાનાં બનાવ્યા અને સંપર્ક તોડી દીધો. બાદમાં ઉઘરાણી કરતાં 50,000 રૂપિયાનો ચેક આપ્યો, પરંતુ તેમાં સહી ન હોવાથી તે બેકાર સાબિત થયો.
આખરે છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં ભરત વાણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી આરોપી સામે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ