પોરબંદર એલ.સી.બી. એ દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો
પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાણાવાવ પો.સ્ટે. ના હનુમાનગઢ થી રાણાવાવ રોડ પર લધાધારના પાટીયા પાસે ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા બીયરના ટીન ભરેલ પુઠ્ઠાના બોકસ નંગ-21 કુલ બોટલો નં
પોરબંદર એલ.સી.બી. એ દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો.


પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાણાવાવ પો.સ્ટે. ના હનુમાનગઢ થી રાણાવાવ રોડ પર લધાધારના પાટીયા પાસે ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા બીયરના ટીન ભરેલ પુઠ્ઠાના બોકસ નંગ-21 કુલ બોટલો નંગ-202 કિ.રૂા. 2,22,200/- તથા બીયરના ટીન નંગ-141 કિ.રૂા. 31,020/-મળી કુલ.કિ.રૂા. 2,53,220/- તથા ટ્રક કી.રૂા. 5,00,000/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ|. 7,58,220/-ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઈવરને ઝડપી ફરિયાદ દાખલ કરાવી છે.પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના ઈન્ચાર્જ પો.ઈન્સ આર.કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના અધિકારીઓ આગામી સ્થાનીક સ્વરાજની ચુંટણી સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રાણા બોરડી ગામના પાટીયા પાસે પહોંચતા જામનગર તરફથી એક ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરાઈને આવે છેની બાતમી મળી હતી જે બાતમીના આધારે લધાધાર ના પાટીયા પાસે રોડ પર અધિકારીઓ વોચ ગોઠવીને બેઠા હતા તે દરમ્યાન જામનગર તરફ થી રાણાવાવ તરફ એક ફુલ સ્પીડમાં ફોર વ્હીલ કાર આવતી હતી જેને હાથ વડે ઇસારો કરી રોકાવતા કાર ચાલકે પોતાની કાર રોકેલ નહી અને તે કારની પાછળ હકિકતવાળો ટ્રક આવતો હોય જે ટ્રકને રોકાવી ટ્રક ચેક કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા બીયરના ટીન ભરેલ પુઠ્ઠાના બોકસ નંગ-21 કુલ બોટલો નંગ-202 કિ.રૂા. 2,22,200/-તથા બીયરના ટીન નંગ-141 કિ.રૂા.31,02પ/- મળી કુલ કિ.રૂ. 2,53,22/- તથા ટાટા કંપનીનો ટ્રક કિ.રૂા. 5,00,000/- તથા એન્ડ્રોઈડ મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂા. 5000/-મળી કુલ મુદામાલ રૂા. 7,58,220/-ના મુદામાલ કબ્જે કરી ટ્રક ડ્રાઈવર રીયાઝ ગફારભાઈ કાતિયારને ઝડપી તેની અને દારૂનો જથ્થો મગાવનાર તથા ટ્રક આગળ પાયલોટીંગ કરનાર અમીન જુસબભાઈ પઢીયાર વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીમાં એલ.સી.બી. ઈન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયા, ASI બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, ઉદયભાઇ વરૂ. ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઈ માવદીયા, HC સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા તથા કોન્સ. નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા જગમાલભાઇ ભારવાડીયા રોકાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande