
પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.) : પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ.ઈન્સ. એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના અધિકારીઓ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન કમલાબાગ પો.સ્ટે. માં વર્ષ 2021 માં પ્રોહી કલમ 66(1)બી. 65ઈ,116(બી), 81 હેઠળ નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપી સુમીત કમલ અંભવાની મુંબઈ હોવાની બાતમી મળતા બાતમીના આધારે તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા તેને ઝડપી આગળની તપાસ માટે કમલાબાગ પો.સ્ટે. ખાતે સોપી આપવામાં આવ્યો હતો. આ કામગીરી પેરોલ ફર્લો સ્કોડ પો.સબ.ઈન્સ. એચ.એમ.જાડેજા, એ.એસ.આઈ. એચ.કે.પરમાર, જે.આર.કટારા, પિયુષભાઈ બોદર, હરેશભાઇ સિસોદીયા, HC પિયુષભાઇ સીસોદીયા, કેશુભાઈ ગોરાણીયા, વજશીભાઈ વરૂ, જેતમલભાઈ મોઢવાડીયા, ભુપેન્દ્રસિંહ ઝાલા તથા PC આકાશભાઈ શાહ અને ટેકનીકલ ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya