પોરબંદરમાં ખાણમાં ભાગ આપવાની ના પાડતા યુવાનને મારી નાખવાની ધમકી
પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના મિયાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ડોકલવા વિસ્તારમાં લાખણસી ગોઢાણીયાની ખાણ ચાલે છે. જેમાં હાજાભાઈ ઉર્ફે ભરતભાઈ હરદાસભાઈ પરમારનો કોઈ હક હિસ્સો બનતો નથી તેમ છતાં હાજાભાઈ ઉફે ભરતભાઈ હરદાસભાઈ પરમાર ત્યાં આવી પોતા
પોરબંદરમાં ખાણમાં ભાગ આપવાની ના પાડતા યુવાનને મારી નાખવાની ધમકી


પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના મિયાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ડોકલવા વિસ્તારમાં લાખણસી ગોઢાણીયાની ખાણ ચાલે છે. જેમાં હાજાભાઈ ઉર્ફે ભરતભાઈ હરદાસભાઈ પરમારનો કોઈ હક હિસ્સો બનતો નથી તેમ છતાં હાજાભાઈ ઉફે ભરતભાઈ હરદાસભાઈ પરમાર ત્યાં આવી પોતાનો ભાગ માંગ્યો હતો. જે ખાણ માલીક લાખણસી રામભાઇ ગોઢાણીયાએ આપવાની ના પાડતા હાજાભાઈ ઉફે ભરતભાઈ હરદાસભાઈ પરમારે ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે લાખણસી ગોઢાણીયાએ મિયાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande