બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની બે ભઠ્ઠી તોડી પાડતી પોલીસ
પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.) : રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. બી.જી.ડાંગર દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહી પ્રવૃતિ કરતા ઇસમોને ત્યાં રેઈડો કરવા સૂચના કરવામાં આવી હતી જે અન્વયે રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફના અધિકારીઓ બરડા
બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની બે ભઠ્ઠી તોડી પાડતી પોલીસ.


બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની બે ભઠ્ઠી તોડી પાડતી પોલીસ.


પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.) : રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. બી.જી.ડાંગર દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહી પ્રવૃતિ કરતા ઇસમોને ત્યાં રેઈડો કરવા સૂચના કરવામાં આવી હતી જે અન્વયે રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફના અધિકારીઓ બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બરડા ડુંગર ફુલજરનેશ થી પુર્વ આશરે ડોઢ કિ.મી. દુર ડુંગરની ટેકરી હકિકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઈડ કરતા ભીખા માંડાભાઈ મોરી તથા કાના જેસાભાઈ મોરીની તેમજ વિજફાડીયાનેશ થી પુર્વે આશરે 1 કિ.મી. દુર પીરીયા ધુના જરમાં દેવા અમરાભાઈ કટારાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. બી.જી.ડાંગર, પો.સબ.ઈન્સ. આર.વી.મોરી, પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, પો.કોન્સ. સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ, જયમલ સામતભાઈ. કૃણાલસિંહ પ્રવિણસિંહ તથા ફોરેસ્ટ બીટ ગાર્ડ ડી.બી.ઓડેદરા દ્વારા કરવામાં આવેલ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande