સરકારી નોકરી આપવાના નામે, યુવાન સાથે લાખો રૂપિયાની છેતરપીંડી.
પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના કુતિયાણામાં રહેતા અને ખેતી કામ કરતા જગમાલભાઈ વરુએ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં મૌલિક મોઢા નામના શખ્સ વિરુદ્ધ સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.કુતિયાણામાં રહેતા જગમાલભાઇ વરુ વર્ષ 2
સરકારી નોકરી આપવાના નામે, યુવાન સાથે લાખો રૂપિયાની છેતરપીંડી.


પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના કુતિયાણામાં રહેતા અને ખેતી કામ કરતા જગમાલભાઈ વરુએ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં મૌલિક મોઢા નામના શખ્સ વિરુદ્ધ સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.કુતિયાણામાં રહેતા જગમાલભાઇ વરુ વર્ષ 2022માં મૌલિક મોઢાના પરીચચમાં આવ્યા હતા ત્યારે પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા મૌલિક મોઢાએ, પોતે સરકારી ભરતી બોર્ડના અધિકારી સાથે ઓળખાણ ઘરાવતા હોવાની ખોટી માહીતી ફરિયાદી જગમાલભાઈની દિકરી તથા તેના ભત્રીજા મળી કુલ 04 વિધાર્થીને સરકારી નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને સરકારી નોકરી માટે વિદ્યાર્થી દીઠ 10 લાખ એટલે કુલ ચાર વિદ્યાર્થીઓના 40 લાખનો ખર્ચ થશે તેવી માંગણી કરી હતી.

ફરિયાદીએ વિશ્વાસમાં આવી અલગ અલગ માધ્યમથી મૌલિકને લાખો રૂપિયા આપ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓની સરકારી નોકરી ન લાગતા પૈસા પરત માંગતા મૌલિકે માત્ર ત્રણ લાખ જેટલી રકમ પરત કરી હતી પરંતુ બાકીના પૈસા પરત નહિ આપતા જગમાલભાઈ કાનાભાઇ વરૂએ મૌલિક મોઢા વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande