વિસનગરમાં કમાણા ચોકડીનો હાઇટ બેરિયર ફરી તૂટ્યો, તંત્રે કાર્યવાહી શરૂ કરી
મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) વિસનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને ભારે વાહનોના ગેરકાયદે પ્રવેશને રોકવા માટે કમાણા ચોકડી પાસે સ્થાપિત હાઇટ બેરિયર શુક્રવારે સાંજે એક બેદરકાર વાહનચાલક દ્વારા તોડી નાખવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનામાં આ ત્રીજીવાર
વિસનગરમાં કમાણા ચોકડીનો હાઇટ બેરિયર ફરી તૂટ્યો, તંત્રે કાર્યવાહી શરૂ કરી


મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) વિસનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને ભારે વાહનોના ગેરકાયદે પ્રવેશને રોકવા માટે કમાણા ચોકડી પાસે સ્થાપિત હાઇટ બેરિયર શુક્રવારે સાંજે એક બેદરકાર વાહનચાલક દ્વારા તોડી નાખવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનામાં આ ત્રીજીવાર બેરિયર તૂટવાની ઘટના બનતા તંત્ર ચિંતિત બન્યું છે.

હાલ મહેસાણા ચોકડીથી ખેરાલુ તરફ જતા ફોરલેન રોડ પર આઈટીઆઈ ફાટક નજીક ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત રાખવા માટે શહેરની અંદર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભારે વાહનો માટે માત્ર મહેસાણા ચોકડીથી જ પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે અન્ય માર્ગો પરથી આવા વાહનોના પ્રવેશને અટકાવવા માટે હાઇટ બેરિયરો મૂકવામાં આવ્યા છે.

શુક્રવારે સાંજે કમાણા ચોકડી પરથી પસાર થતી વખતે એક વાહન બેરિયર સાથે અથડાતા તે ધરાશાયી થયો હતો. ઘટનાને લઈને તંત્રે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે જવાબદાર વાહનચાલકને શોધી કાઢ્યો છે અને તેના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે.

આ બનાવને પગલે તંત્ર દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande